પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના 2022

પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના 2022- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ , આર્થિક પાછતવર્ગ , વિચરતિ વિમુક્ત જાતિના ઘર વિહોણા ઇસમોને શહેરોમાં અને ગામડા માં વસવાટ ની મુશ્કેલીયો દૂર કરવા માટે માલિકો નો પ્લોટ ધરાવતા લાભાર્થી ઓને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં સહાય આપવામાં આવે છે.
આ યોજના માં મંજૂર થેયલ મકાન બનાવાની સમયમર્યાદા 2 વર્ષ ની હોય છે.
પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના 2022
- યોજનાનુ નામ – પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના
- વિભાગ નું નામ – ગુજરાત રાજ્ય સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
- અરજી – ઓનલાઈન અરજી કરવાની.
- ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ – https://esamajkalyan.gujarat.gov.in/
- આ યોજના માં કુલ સહાય– રકમ 120000(એક લાખ વીસ હજાર રૂ ) મળવા પાત્ર છે.
આ રકમ કુલ ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે
પ્રથમ હપ્તા માં રૂ. 40000/-
બીજા હપ્તા માં રૂ. 60000/-
ત્રીજા હપ્તા માં રૂ 20000/-
- આમ કુલ ત્રણ હપ્તા માં આ યોજના ની સંપૂર્ણ રકમ મળવા પાત્ર છે
- આ એક સરકારી યોજના છે અને આ યોજના નો સંપૂર્ણ ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર ભોગવે છે.
- પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા પછી જિલ્લા ક્ક્ષા ની સમાજ કલ્યાણ કચેરી માં ફોર્મ ની ચકાસની કરવામાં આવે છે. અને ફોર્મ ની ચકાસણી કર્યા પછી સ્થળ તપાસ કરવામાં આવે છે. અને સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા પછી બધા ફોર્મ ના ડ્રો કરવામાં આવે છે. અને ડ્રો માં મંજૂર થયેલ અરજી ના આવાસ બનાવાની અને પ્રથમ હપ્તા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવે છે
પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના નો લાભ કોને કોને મળવા પાત્ર છે ?
- આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઇયે
- લાભાર્થી ગુજરાતની સામાજિકશૈક્ષણિક રીતે પછાત વર્ગ નો હોવો જોઇયે તેમજ આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુક્ત જાતિ નો હોવો જોઇયે.
- આ યોજનાનો લાભાર્થી જોડે પોતાનું પ્લોટ અથવા પોતાની માલિકી નું કાચું મકાન હોવું જરૂરી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે બીજી કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઇયે, અથવા જો અગાઉ લાભ લીધેલ હશે તો તે લાભાર્થી ને આ યોજનાનો લાભ આપવા પાત્ર થસે નહિ.
પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના નો લાભ લેનાર લાભાર્થી ની આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તાર માં આવક ની મર્યાદા – 120000/- (એક લાખ વીસ હજાર) થી વધુ ના હોવી જોઇયે.
- શહેરી વિસ્તાર માં આવક ની મર્યાદા – 150000/- (એક લાખ પચાસ હજાર) થી વધુ ના હોવી જોઇયે.
- આ યોજનમાં અરજી કરનાર ના પરિવાર માં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ધરાવતો ના હોવો જોઇયે.
પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના લાભ લેવા માટે જરૂરી કાગળો –
- અરજદાર નો આવક નો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માં આવક ની મર્યાદા – 120000/- (એક લાખ વીસ હજાર) થી વધુ ના હોવી જોઇયે.
- શહેરી વિસ્તાર માં આવક ની મર્યાદા – 150000/- (એક લાખ પચાસ હજાર) થી વધુ ના હોવી જોઇયે.
- અરજદાર નો જાતિ નો દાખલો
- અરજદાર નો રહેઠાણ નો દાખલો (રેશનકાર્ડ , આધારકાર્ડ , લાઇટ બિલ …વગેરે )
- અરજદાર ના પ્લોટ અથવા કાચા મકાન નો પુરાવો
- અરજદાર નો BPL નો દાખલો
- ચતુર્દિશા નો દાખલો
- મકાન બંધકામ ની રજા ચિઠ્ઠી
- અરજદાર નો ફોટો
- બેન્ક પાસબુક નો ફોટો અથવા કેન્સલ કરેલો ચેક
પંડિત દિનદયાલ ઉપાધ્યા આવાસ યોજના 2022- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ , આર્થિક પાછતવર્ગ , વિચરતિ વિમુક્ત જાતિના ઘર વિહોણા ઇસમોને શહેરોમાં અને ગામડા માં વસવાટ ની મુશ્કેલીયો દૂર કરવા માટે માલિકો નો પ્લોટ ધરાવતા લાભાર્થી ઓને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં સહાય આપવામાં આવે છે.
આ યોજના માં મંજૂર થેયલ મકાન બનાવાની સમયમર્યાદા 2 વર્ષ ની હોય છે.
આમ કુલ ત્રણ હપ્તા માં આ યોજના ની સંપૂર્ણ રકમ મળવા પાત્ર છે
આ એક સરકારી યોજના છે અને આ યોજના નો સંપૂર્ણ ખર્ચ ગુજરાત રાજ્ય સરકાર ભોગવે છે.