વ્હાલી દીકરી યોજના માહિતી, ફોર્મ , જરૂરી કાગળો 2022

વ્હાલી દીકરી યોજના માહિતી, ફોર્મ , જરૂરી કાગળો 

ગુજરાત સરકાર એ મહિલાઑ અને ખેડૂતો ના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલ માં મૂકવામાં આવી છે., તેમજ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ શશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ અમલ માં મૂકી છે તે અંતર્ગત પરિવાર માં દીકરી નો જન્મ થાય છે. એ માટે દીકરીને  ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે જેથી દીકરીના પરિવાર ને દીકરીને ભણાવા  આર્થિક સહાય મળી રહે એ ઉદેશથી ગુજરાત સરકારે આ યોજના શરૂ કરી છે.

આ વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકારના વુમન અને ચાઇલ્ડ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેંટ ઑફ ગુજરાત વિભાગ દ્વારા ચલાવામાં આવે છે. અને ગુજરાત સરકારનું આ વિભાગ બાળકો અને મહિલાઓના વિકાસ માટે કાર્ય કરી રહ્યુ છે.

યોજનાનુ નામ

વ્હાલી દીકરી યોજના

હેતુ

ગુજરાત રાજ્ય માં દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવું

કુલ કેટલી સહાય મળવા પાત્ર

કુલ રૂ. 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા પૂરા)

 

ગુજરાત સરકાર

વિભાગ

Women and child development department of Gujarat

 વ્હાલી દીકરી યોજના મળવાપાત્ર સહાયા બાબત

આ યોજના અંતર્ગત ગુજરાતની દીકરી ને કુલ 1,10,000 (એક લાખ દસ હજાર રૂ ) મળવા પાત્ર છે. જેમા આ રકમ કુલ ત્રણ હપ્તા માં ચૂકવામાં આવશે.

પ્રથમ હપ્તો –

જ્યારે દીકરી પહેલા ધોરણમાં ભણવા બેસે ત્યારે તેને પ્રથમ હપ્તા મુજબ કુલ રૂ 4000/- સહાય મળવા પાત્ર છે.

બીજો હપ્તો – 

જ્યારે દીકરી નવમાં ધોરણમાં ભણવા બેસે ત્યારે તેને બીજા હપ્તા મુજબ કુલ રૂ 6000/- સહાય મળવા પાત્ર છે.

ત્રીજો હપ્તો – 

જ્યારે દીકરી 18 વર્ષની થાય  ત્યારે તેને અભ્યાસ અથવા લગ્ન માટે ત્રીજા હપ્તા મુજબ કુલ રૂ ૧૦૦૦૦૦/- સહાય મળવા પાત્ર છે.

જો કોઇ કારણસર દીકરીનું ૧૮ વર્ષ પહેલા કોઈ  આકસ્મિક મૃત્યુ થાય તો તેવા સંજોગો માં બાકી સહાય મળવા પાત્ર છે.

વ્હાલી દીકરી યોજનાના જરૂરી કાગળો – 

(૧) અરજી ફોર્મ

(૨) દીકરી નું જ્ન્મ પ્રમાણપત્ર

(૩) આવક નો દાખલો

(૪) રેશનકાર્ડ ની જેરોક્ષ

(૫) આધારકાર્ડ ની

(૬) સ્વ ઘોષણા પત્ર ( માતા અને પિતાનું )

(૭) બેન્ક પાસબુક ની જેરોક્સ

વ્હાલી દીકરી યોજના લાભ લેવાની ની શરતો

* અરજી કરનાર લાભાર્થી ને પહેલી અથવા પહેલી બે છોકરીઓ હોવી જોઇયે

* આવક મર્યાદા – ૨ લાખ રૂ

વહાલી દીકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા  જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બાળ અધિકારીની કચેરીએ તમને આ યોજના તમામ  પ્રકારની બધી  જ માહિતી મેળવી શકે છે.  આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS  વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

Updated: August 27, 2022 — 6:26 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *